"મને ફક્ત તારી બનાવી લેને"
તું મારો છે અને હું તારી છું
આ શબ્દોને જિંદગીમાં સજાવી દેને
મને ફક્ત તારી બનાવી લેને
તું બીમાર હોય છે ત્યારે હંમેશા તારું ધ્યાન રાખું છું
ક્યારેક હું બીમાર હોવ તો મારું પણ માથું દબાવી દેને
મને ફક્ત તારી બનાવી લેને
હું કોઈક દિવસ મોડી આવું ઓફિસેથી
તો થોડુંક શાક તું પણ સુધારી દેને
મને ફક્ત તારી બનાવી લેને
નામ તો તારું જ રહે છે બાળકની પાછળ
પણ ક્યારેક મને પણ માઁ ની ઓળખ અપાવી દેને
મને ફક્ત તારી બનાવી લેને
-ચિરાગ ઢાંકી