નિલેશ પોતાની દુકાન ૨ વાગ્યે વધાવીને ઘરે પહોંચ્યો. હાથ - મોં ધોઈને ડાઇનિંગ ટેબલ પર સિગારેટનું પેકેટ, પર્સ, મોબાઈલ રાખતાં જ જમવાનું પીરસતી પત્નીને પૂછ્યું, "શ્રેય અને મમ્મી - પપ્પા ક્યાં?
"મમ્મી ઉપરના રૂમમાં સુતા છે અને બંને દાદા - દીકરો સલૂન ગયા છે, વાળ કપાવવા. બસ આવતા જ હશે એકાદ કલાક તો થઈ ગઈ." પત્નીએ જવાબ આપ્યો.
નિલેશે પત્નીને ટીવી ચાલુ કરવાનું કહ્યું અને તેણીએ ટીવી ચાલુ કરી રિમોટ નિલેશના હાથમાં થમાવી દીધું. ટીવી જોતાજોતા તેને જમવાનું શરૂ કર્યું. ત્યાં ડીંગડોંગ બેલનો અવાજ સંભળાતા જ પત્ની બારણું ખોલવા ગઈ.
દરવાજો ખોલતાં જ દીકરા પર ગુસ્સો કરતા બોલી, "આ શું ટકો ! કેમ કરાવ્યો ? કેવો લાગે છે સાવ તું? ખબર જ નહીં પડતી તને ? બાપુજી કઈ બોલ્યા નહિ તને ? બાપુજી ક્યાં છે ?"
હજુ શ્રેય બોલવા જાય કે દાદા ઝાડ નીચે સ્કૂટર મુકવા ગયા છે, ત્યાં તો જમવાનું છોડી નિલેશ પણ ઉભો થયો અને દીકરાને વઢવા લાગ્યો. અવાજ એટલો બધો વધી ગયો કે ઉપરના રૂમ પરથી બા પણ નીચે આવી પહોંચ્યા.
એટલામાં ટકો કરાવેલ બાપુજી અને પાડોશી રમેશભાઈ પણ ત્યાં આવી ગયા. દીકરા શ્રેયે હિંમત ભેગી કરી અને બોલ્યો,"રમેશકાકાએ પણ ટકો કરાવ્યો છે, એમને કેન્સર થઈ ગયું છેને ? એમને હોંશલો આપવા..."
નિલેશ, તેની પત્ની અને બાકીના બધાનું ધ્યાન ડાઇનિંગ ટેબલ પર પડેલ "સિગારેટ"ના પેકેટ પર ગયું...
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ