એ તારા ને મારા સુવર્ણકાળ ની ઝલક હજી પણ નીંદર ઉડાડે છે.
નતી ત્યારે ફોન ની આપલે કે નતી કોઈ સુવિધા.
પણ મારી સાયકલ ની ચેન તારા ઘર આંગણે જ ઉતરે ને ઈ જ ઘડીએ તું તારી ગેલેરી મા આવે.
સમુદ્ર ની ગહેરાયી પણ તે આંખો ની ગહેરાયી ના વર્ણવી શકે તે તારો ને મારો સુવર્ણકાળ.
16 વર્ષ ની બાલિશ ઉંમર માં એ પ્રેમ અને આકર્ષણ ની પાર, પવિત્ર સંબંધ આપડે સ્થાપી દીધો હતો.
તારી નિખાલસ મારી સાથે ભર બજારે પણ વાત કરવાની ટેવ, અને એક હું જે હજી ઘરે ખબર પડશે તો શું થશેની ચિંતા કરતો છોકરી સમોવડો છોકરો.
હા તે પ્રેમ નું પગથિયું હજી બને માટે નવું-નવું હતું,એક બીજા ના દિલ-દિમાગ પર હાવી થવું સહજ હતું.
તે પાંજરા માં રહીને પણ ગગન ને પામવાની કોશિશ કરી, ને હું સ્વતંત્ર હોવા છતાં મારી ઈચ્છા ઓને બાળી નાખી.
એક આંચકા સાથે આવેલા વિરહ નો ક્ષણ અને વરસો ઉપરાંત થયેલી તારી ને મારી મુલાકાત.
આજે પણ મેં તે જ સમુદ્ર ની ગહેરાયી જોયી જે પહેલા હતી, એટલે જ તું બધા થી ખાસ હતી.