મંદબુદ્ધિ જ હોત આ મન તો કેવું સારુ હોત
ન ઝંખનાઓનો એ દોર હોત ,
ન ધરબાયેલી ઇચ્છાઓનો અફ્સોસ હોત,
ન કહેવાયેલી વાતોનો ભાર હોત,
ન ભૂલ વગર માંગેલી માફીનો ક્ષોભ હોત,
ન તૂટેલી લાગણીઓનું દુઃખ હોત,
ન વીતેલી ક્ષણોનો શોક હોત,
ન ઈશ્વર પાસે માંગણીઓનો ધોધ હોત,
મંદબુદ્ધિ જ હોત આ મન તો કેવું સારુ હોત.....