Gujarati Quote in Funny by Bhumika Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# ગાંડા ના ગામ


દર્દી- સાહેબ,ખૂબજ ગરમી લાગે છે.
ડોક્ટર- શું કરો છો?
દર્દી- કઈં નહિ...........
સવારે સૂંઠ, તુલસી,તજ,મરી,ફુદીનો, નાખીને ઉકાળો પીવું છું.
થોડીવાર પછી આયુર્વેદ નો ઉકાળો પીવું છું.પછી નાકમાં તેલના ટીપા નાખું છું.ગરમ પાણી ના કોગળા કરું છું.પછી હોમિયોપેથીક ની ગોળીઓ ખાવું છું.પછી આયુર્વેદ નું સૂંઠનું પાણી પીવું છું.સરસવના તેલની માલિશ અને કોગળા કરીને પછી તડકામાં બેસું છું.પછી હળદર ખાવું છું.તજ અને મધ ચતુ છું.પછી થોડો ચ્યવનપ્રાશ ખાવું છું.2 સુંદર્શનની અને 2 સંશમની ની ગોળીઓ ખાવું છું.પછી હળદર નાખેલું દૂધ પીવું છું.મારી ચાલુ દવાઓ એલોપેથીની છે તે લઉં છું.
પેટમાં જગ્યા હોય તો જમવામાં આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે ગરમ મસાલા વાળું શાક,દાળ,ભાત અને રોટલી ખાવું છું.
બપોરે ઉપર મુજબની "ટી"પીવું છું.સૂંઠ નાખેલું પાણી પીવું છું.પછી આયુર્વેદ માં બતાવ્યા મુજબનો ગરમ મસાલા નાખેલો સૂપ પીવું છું.બપોરે AC માં બેસતો નથી.થોડો ગોળ ખાવું છું.
સાંજે ઉકાળો પીવું છું.સુદર્શન ખાવું છું.4 કિમિ ચાલુ છું.તુલસી,સૂંઠનું પાણી પીવું છું.
રાત્રે એસીડીટીની ગોળી લઉં છું.અને મસાની ટ્યુબ લગાવીને સૂઈ જવું છું.બોલો હવે શું કરું?
ડોક્ટર- સ્વેટર પહેરી દિવસમાં 2 વખત શેક કરવો.
😀😀😀

Gujarati Funny by Bhumika Vyas : 111455989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now