રચી લીધો નવો એક સબંધ,
સાથે સમર્પણ ને લાગણીઓ લઇ અપાર
બંધાઈ ગઈ નાજુક નવા તાંતણે,
આપ્યો જીવનને નવ આકાર.....
માન અભિમાન છે એ પિતાના ઘરનું,
જાળવજે તું એનું સન્માન
સંગ છે એ તારા જીવનભર નો,
આપ એને પાંખો ને ખુલ્લુ આસમાન
બંધાઈ ગઈ નાજુક નવા તાંતણે,
આપ્યો જીવનને નવ આકાર
સાથે સમર્પણ ને લાગણીઓ છે અપાર....
સરનામું છોડ્યું, છોડી જાત પહેચાન,
છેડે તારું નામ જોડી ,હવે એ તારા ઘરનું માનસન્માન
સ્વ અભિમાન ના આડંબર માં ,
ના કર તું એનું આશાઓ સાથે સમાધાન
બંધાઈ ગઈ નાજુક નવા તાંતણે,
આપ્યો જીવનને નવ આકાર
સાથે સમર્પણ ને લાગણીઓ છે અપાર....
કવિઓ ની ગઝલો માં ના એ સમાવી શકાય,
પ્રેમ અને વિશ્વાસ નો છે એ ભંડાર
પ્રભુ થી રચિત અવર્ણનીય કૃતિ ,
શક્તિ નો જ એક તું અવતાર
બંધાઈ ગઈ નાજુક નવા તાંતણે,
આપ્યો જીવનને નવ આકાર
રચી લીધો નવો એક સબંધ એણે,
સાથે સમર્પણ ને લાગણીઓ લઇ અપાર....