મારી કલ્પનાની સવાર
મેં કરેલી એક એવી સવારની કલ્પનાં કે ,
જે કલ્પનાં માં તું અને તારા સ્મરણો છે.
એક એવી સવાર કે જયારે મારી આંખો ખુલ્લે અને ,
સામે તારો હાસ્ય રેલાવતો ચહેરો જોવા મળે ..
એક એવી સવાર કે જયારે તું ગાઢ નિંદ્રા માં સુતો હોય ,
અને હું તારા ભાલ પર મારું હેત વરસાવું ....
એક એવી સવાર કે જયારે હું અને તું સાથે ચાલવા જઈએ ,
અને ત્યાં આપણે પ્રકૃતિ ને સાથે માણીયે ....
એક એવી સવાર કે જ્યાં હું તારા માટે ચા બનાવતી હોય ,
અને તું મારા માટે પૌંવાબટેટાં બનાવતો હોયે ....
એક એવી સવાર કે જે હંમેશા આપણાં સબંધ ને ,
એક અનેરી ઉષ્મા અને મૈત્રી થી ભરી દે ....