Gujarati Quote in Whatsapp-Status by jaydip Lakhani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મંદ એટલે ધીમું. જરા ધીરેથી - ધીમેથી વિચારે કે responce આપે એવી બુદ્ધિ તે મંદબુદ્ધિ, એટલે કે બુદ્ધિ તો છે જ પણ જેની speed ઓછી છે તેવું પાત્ર મંદબુદ્ધિ કહેવાય. આવા લોકોની ટ્યૂબલાઇટ થતાં વાર લાગે છે પણ આવા લોકોને ફાયદો એ છે કે અતિ કે ઝડપી બુધ્ધિ વાળા ઘણીવખત ઉતાવળમાં ખોટો નિર્ણય લઈને ક્યાંક ભટકાઈ /ફસાઈ જાય છે તેવી બીક આવા ઓછી speed બુધ્ધિ શક્તિ વાળા માટે ઓછી રહે છે એ એક મોટો ફાયદો થાય છે. ગમે તેમ પણ આપણે સૌ તો કુદરતના રમકડા છીએ >કોઈની ચાવી ફુલ ભરેલી હોય તો તે ફાસ્ટ ચાલે તો કોઈની bettary કે startter નબળા હોય તો ધીમા ચાલે, એના માટે કોઈ જવાબદાર નથી. હા, બચપણમા મંદબુધ્ધી વાળા માનીને જેને શાળામાંથી discharge આપી દેવાયેલ એવા આઈન્સ્ટાઇન , એડિસન કે ચેપ્લીન જેવા પછીથી અત્યંત પ્રતિભાશાળી પુરવાર થયા હતા એટલે દરેક મંદબુધ્ધી બાળકમાં આવી talent છૂપાયેલી છે એમ માનીને શ્રધ્ધાપૂર્વક, ધીરજથી તેને તક આપીને ઉછેરવું, સગવડ હોય તો મંદબુદ્ધિ બાળકોની સારી કાળજીપૂર્વક સારસંભાળ લેતી કોઇ સંસ્થામાં મૂકવું, તેને સામાન્ય જિંદગી જીવી શકે તેવી તાલીમ આપવી એ એક સારો રસ્તો છે. બીજું કે મંદબુધ્ધી ઘણીવાર વારસાગત હોય છે એટલે શકય હોય ત્યાં સુધી આવા પાત્ર/પાત્રોનો વંશ વેલો આગળ ના વધે તેવી વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે પછી દુ:ખ વેઠવું એના કરતાં પહેલેથી જ પાળ બાંધી દેવી સારી. આવા કારણથી જ ઘણા parents તબીબોની સલાહ અનુસાર મંદબુદ્ધિ દિકરીઓની hysterectomy કરાવી નાખતાં હોય છે જેથી monthly bleeding ના પ્રશ્નો માંથી બચી શકાય કેમ કે પુખ્ત વય તરફ જતા શરીરને સમજણ વગરનું મન સાચવી શકતું નથી >આવા જ પણ જરા જુદા જાતીય પ્રશ્નો male ચાઇલ્ડ માટે પણ આવતા હોય છે. એક વાત એ પણ સમજી લેવી જોઈએ કે મંદબુધ્ધી અને પાગલપન બંને અલગ બાબત છે એટલે મંદબુધ્ધી વાળાને ક્યારેય પાગલ ના કહેવા જોઈએ. ઘણા આને કર્મનું ફળ ગણાવતા હોય છે પણ એનો કોઈ સબળ આધાર નથી, મેડિકલ science મંદબુધ્ધી માટે genes કે DNA ની વિક્રુતીને જવાબદાર ગણે છે પરંતું તે માટે જવાબદાર DNA સુધારવાની કે બદલવાની ટેકનોલોજી હજુ મળી નથી.અતિ મંદબુધ્ધી બાળક /માણસને સાચવવાનું કામ ખરેખર ખૂબ અઘરું છે અને કુદરતને પ્રાર્થના કરીએ કે કોઇને એટલે કોઈને પણ ઘેર આવું મંદબુધ્ધી બાળક ના આવે.
#મંદબુદ્ધિ

Gujarati Whatsapp-Status by jaydip Lakhani : 111455727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now