" ઘડપણની લાકડી..."
ખીલ્યું હતું ઉપવનમાં એક ફુલ અનેરું...
અદ્ભૂત એ ક્ષણ હતી...
ખુશીની એ પળ હતી...
મને "મા" બનવાની તક મળી હતી...
એક અલગ જ એ અનુભવ હતો...
જ્યારે મારી કૂખે દિકરો અવતર્યો હતો...
તેનું હસવું, તેનું કાલુ કાલુ બોલવું....
તેનું ઢીંચણીયે દોડવું, સાથે મને દોડાવવું...
તેની હરેક હરકત મને યાદ છે...
જાણે તેની સાથે અમારું પણ બાળપણ આવ્યું...
તેના થકી મારું પરિવાર બન્યું સંપૂર્ણ...
ઘડપણની તે લાકડી બનશે,ઘર-પરિવાર સાચવશે...
મારું સંતાન મને જીવથી પણ વધું વ્હાલું...
- જસ્મીન