મંદબુધ્ધિ
આંગળીઓમાં સર્વ,ઝાલવાને હું તરસું
આંખોમાં સ્વપ્ન,માણવાને હું તરસું
બોલ,ઇશ્વર હું ક્યાં વાદળી થઇ વરસું
મેળવું ક્યાંકથી શબ્દો તો,સમજણને તરસું
વિચારોને પાંખો,ઉડવાને હું તરસું
બોલ ઇશ્વર હું ક્યાં વાદળી થઇ વરસું
ઝરણા જેવુ મન,વહેવાને હું તરસું
ઉજાસ કે અંધકાર ઉલેચવા હું તરસું
બોલ ઇશ્વર હું ક્યાં વાદળી થઇ વરસું
આશિર્વાદ કે અભિશાપ શું સારું શું નરસું
મા જ મારી વહાલી જેણે ચાપ્યું છાતી સરસું
બોલ ઇશ્વર હું ક્યાં વાદળી થઇ વરસું
-મનીષા
#મંદબુદ્ધિ