પ્રભુ તમે મને આ મનુષ્ય દેહ આપી ને મારી પર ખૂબ જ મોટી કૃપા કરી છે પરંતુ આ લોકમાં સાંસારિક આધિ વ્યાધિ અને ઉપાધિ માં ભટક્યા કરું છું અને મારો કીમતી સમય ભગવાન ના નામ સ્મરણ રૂપી કમાણી કરી શકતો નથી આ જગતની નાશવંત સંપત્તિ કમાવવા પાછળ આંધળી દોટે દોડ્યા કરું છું આ મારી મંદબુદ્ધિ નહીં તો બીજું શું હોય માટે હે પરમપિતા મારી મંદ બુદ્ધિ ને દૂર કરી સદબુદ્ધિ રૂપી સદગુણ આપીને મારો આ મનુષ્ય દેહ સાર્થક કરો અને તમારી ભજન ભક્તિ કરવાનું બળ આપો ......
#મંદબુદ્ધિ