મંદબુદ્ધિ તો આપણે છીયે જે કુદરતને સમજતા નથી.
કુદરત કોપે તો વાંક કુદરતનો કાઢતાં થાકતા પણ નથી.
સુંદર જીવનમાં વેર ઝેર રૂપી બગીચા બનવી દિધા છે.
તારૂં મારું, નાત જાતની અદ્રશ્ય વાળ ચારે બાજુ બાંધી છે.
આપણા કરતાં તો મંદબુદ્ધિના લોકો નો પ્રેમ સત્ય અને લાગણી વાળું હોય છે.
કુદરત નુકસાન પહોંચાડે તો ભગવાને દોષ આપીયે કે નથી જોતા ભગવાન .
પણ આપણે ? ધરતીના વૃક્ષો , પાણી, હવા ,જમીન, ક્યાં બરાબર રહેવા દિધા છે.
કેમિકલ્સ, રસાયણો, વાયુ પ્રદુષણ, અવાજ પ્રદુષણ, દવાઓ પર જીવન લાવી આપ્યું આપણું.
મંદબુદ્ધિ પ્રેક્ષક બની જોયાં કરીયે છે આપણું આને આપણાં ભવિષ્યનું વિનાશ.
નેતાજી ને વોટમા રસ છે આપણને નોટમાં રસ છે, દુનિયા માટે કેટલાક ને જ રસ છે.
જીવન કેટલું સરસ છે છતાં મનુષ્ય હજું નિરસ જ છે કુદરત માટે.
નર
#મંદબુદ્ધિ