મળ્યો સમય આજે
ભૂતકાળમાં વિહરવાનો
બાળપણ કેરી પળોના
પાનાં ફેરવવાનો...
મિત્રો હતાં સૌ સાથે
મસ્તીની એ મોજમાં
વ્યસ્ત છે બધા આજે
પોતાના સંસારમાં...
હતું વર્ણન ડાયરીમાં
સંતાકૂકડીની રમતનું
થપ્પો દઈ સંતાણા
મિત્રો સૌ ગજબનું...
વર્ષો બાદ ડાયરીના
શબ્દો એ જીવંત થયા
ને ભીની મારી આંખોમાં
સંતાકૂકડી રમી ગયાં...
kittu