ઝાળાં
બજારની અંદર પણ બજારી કરે છે,
વહેવાર બધા જ તું કાળા કરે છે !
ભટકતા મનનમાં રહે છે પલાખાં,
ગણીને શું વેઢા તું માળા કરે છે ?
નથી જીરવાતી હસી દુનિયાની,
અદેખો બનીને તું ચાળા કરે છે !
લપેટવા ઝપેટવા કરે છે ગતકડાં,
શિકારી બનીને તું ઝાળાં કરે છે !
@ મેહૂલ ઓઝા