પ્રાથના
જરૂરિયાતમંદ છું ભગવાન તારી કરુણાનો
તું આપી દેને અપરંપાર
તારી કરુણાનો કોઈ પાર નથી
જરૂરિયાતમંદ છું ભગવાન....
જરૂરિયાતમંદ છું ભગવાન તારી શક્તિનો
તું કરી દેને સંચાર
તારી શકિતનો કોઈ પાર નથી
જરૂરિયાતમંદ છું ભગવાન.....
જરૂરિયાતમંદ છું ભગવાન તારા જ્ઞાનનો
તું આપી દેને ભરપૂર
તારા જ્ઞાનનો કોઈ પાર નથી
જરૂરિયાતમંદ છું ભગવાન....
જરૂરિયાતમંદ છું, તારા માં છે વિશ્વાસ
તું આપી દેને અપાર
તારા વિશ્વાસ નો કોઈ પાર નથી.
જરૂરિયાતમંદ છું ભગવાન......
#જરૂરિયાતમંદની પ્રાથના