સવારથી કામની ભાગદોડમાં બધા જ કામ પૂરા કરતા કરતા બપોર પડી ગઈ. આજે નાસ્તો કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. બપોર પડતા પડતા તો પેટમાં જાણે રમખાણ થતું હોય એવું લાગ્યું ત્યારે ઉદર તૃપ્તિ માટે કોઈ એક સારી જગ્યાએ થી નાસ્તા નું પેકેટ લઇ ગાર્ડન તરફ આવ્યો. ઈશ્વરને સંભારીને જ્યાં નાસ્તા નું પેકેટ ખોલ્યું ત્યાં જ સામે લધર વધર અવસ્થામાં એક નાના છોકરા સાથે તેની માતા બેઠી હતી તે બંનેનું ધ્યાન મારા નાસ્તા ના પેકેટ પર હતું ત્યારે મેં પળનોય વિલંબ કર્યા વગર નાસ્તા નું પેકેટ તે બાળકના હાથમાંથી આપીને ત્યાંથી નીકળી ગયો અને ઈશ્વરનો આભાર માન્યો કે સાચા જરૂરિયાત મંદ લોકો ને મારો મનખો કામ આવ્યો
#જરૂરિયાતમંદ