જરૂરિયાતમંદ કોણ નથી અહીં,સાહેબ
દરેકને કંઈક આશ છે,
કોઈને જરૂર છે ઘોંઘાટની, તો કોઈને શાંતિની!
કોઈને જરૂર છે હુંફની, તો કોઈને વિશ્વાસની!
કોઈને જરૂર છે રૂપિયાની, તો કોઈને તંદુરસ્ત સ્વાસ્થ્યની!
દરેકને કંઈક આશ છે, સાહેબ
જરૂરિયાતમંદ કોણ નથી અહીં!
#જરૂરિયાતમંદ