રમતી ને ફૂદકતી આ સાંજ કેવી છે....
લઈને આવતી એમને આ સાંજ કેવી છે....
રોજ મારા સૂર્ય ની રોશની ને ચુરાવતી આ સાંજ કેવી છે....
ઝીણું ઝીણું મલકાતી...ને મારા વાળ ની લટો ને રમાડતી...
ચાલતા ચાલતા જો વાગે ઠોકર તો યાદ મને અપાવતી...
એની સામે જોઉ ને હરખાતી..આ સાંજ કેવી છે....
પંખી ના કલરવ સાથે એ અંતકડી રમતી...
હવા ની લહેરો ના અવાજ નું સંગીત એ બનાવતી...
જોઈ ને એને હું હરદમ આમ વિચારતી...
ગુનગુનાવતી ને મસ્તાની આ સાંજ કેવી છે....
આવકાર આપવા ચાંદ ને બાહો એ ફેલાવતી...
ચાંદની રાત નું એ આમ જ સ્વાગત કરતી...
એ એની દુનિયા માં કેવા અઢળક રંગ ભરતી...
જોઈ ને રોજ થતું...યાર આ સાંજ કેવી છે....
રમતી ને ફૂદકતી આ સાંજ કેવી છે....
લઈને આવતી એમને આ સાંજ કેવી છે....