Gujarati Quote in Motivational by Ashish

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જરૂરિયાતમંદ

પ્રિય પરિવારજનો................
હિંમત,ક્ષમતા અને આત્મવિશ્વાસ
નો ત્રિવેણી સંગમ એટલે સાહસ..
જો વૃત્તિ શ્રેષ્ઠ હોય તો કોઈપણ પ્રવુત્તિ શ્રેષ્ઠ જ થવાની..જેને સપના જોવા સારા લાગે છે તેને રાત નાની લાગે છે, પરંતુ જેને સપના પૂરા કરવા સારા લાગે છે, તેને દિવસ નાનો લાગે છે. મક્કમ મનોબળ અને મજબૂત ઇરાદા સાહસ ને સફળતા તરફ દોરી જાય છે. સફળતા મેળવવા માટે..
પરિશ્રમ ને પોતાનો મિત્ર,
અનુભવ ને પોતાનો સલાહકાર,
સાવધાની ને પોતાનો ભાઈ,
સાહસ ને પોતાનો સાથી
બનાવી લેજો. સાહસિકતા જીવનમાં કાલ્પનિક ભય ને દૂર રાખે છે. શ્વાસમાં વિશ્વાસ તથા વિશ્વાસ મા આત્મવિશ્વાસ નું પ્રાગટ્ય સાહસિકતા કરે છે. કઠોર પરિશ્રમ અને પ્રચંડ પુરુષાર્થ સાહસિક ને સફળતાને સરનામે લઈ જાય છે. સાહસિક પાસે ખમીર અને ખુમારી નું વરદાન હોય છે. ચાર પંક્તિ માણીયે...
"ચેહરો ગુલાબ ની છાબ જોઈએ,
જીવન ખુલ્લી કિતાબ જોઈએ,
ભલે મળે જમવામાં ચોખાના ચાર દાણા..પણ સિંહ જેવો રુવાબ જોઈએ "....

Gujarati Motivational by Ashish : 111453956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now