#જરૂરિયાતમંદ કોણ નથી અહીં.?
દરેકની કોઈને કોઈ જરૂરિયાત છે.
અમીર ને નામની.
ગરીબ ને દામની.
નિર્બળને હામની
ભગત ને રામની.
નેતા ને ખુરશીની.
અભિનેતાને એવોર્ડની.
બેકારને નોકરીની.
કુંવારા ને છોકરીની.
બેટ્સમેનને એડની.
ભુખ્યાને બ્રેડ ની.
હીરોઇનને બ્રેક ની.
નોકરિયાતને ચેક ની.
પ્રેમીને પ્રેમિકાની.
આશિકને દુઆ ની.
બધાનો એક જ સબંધ.
બધા જ જરૂરિયાતમંદ.
અશોક ઉપાધ્યાય.
#જરૂરિયાતમંદ