પ્રેમ
લખો તો અઢી અક્ષર છે પ્રેમ,
વાંચો તો એક શબ્દ છે પ્રેમ.
અનુભવો તો સૌથી શ્રેષ્ઠ લાગણી છે પ્રેમ,
નિભાવો તો સૌથી શ્રેષ્ઠ સંબંધ છે પ્રેમ.
ઈશ્વરે આપેલી સૌથી અનમોલ ભેટ છે પ્રેમ,
જિંદગી ની સૌથી અનમોલ ક્ષણ છે પ્રેમ.
જીવો તો આખી જિંદગી છે પ્રેમ,
સબંધો ની એક સરવાણી છે પ્રેમ.
ધબકતા હ્રદય ની ધડકન છે પ્રેમ ,
મીઠા મીઠા સ્વપ્નાઓ ની લ્હાણી છે પ્રેમ.
માની મીઠી મમતા છે પ્રેમ ,
પિતાની કડક શિક્ષા છે પ્રેમ.
બહેનની વ્હાલી રાખડી છે પ્રેમ ,
ભાઈની તીખી શરારત છે પ્રેમ.
મિત્રોનો સંગાથ છે પ્રેમ,
વડીલો ના આશીર્વાદ છે પ્રેમ.
પ્રિય પાત્ર પરનો વિશ્વાસ છે પ્રેમ ,
ભગવાન પરની શ્રદ્ધા છે પ્રેમ.
- કૃપાલી લાખણી