Gujarati Quote in Blog by Jagruti Tanna.... Janki

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પક્ષીઓને ઉડતા જોવાની મજા આવે પણ જ્યારે કોઈપણ જાતના ભય વગર શાંતિથી બેઠા હોય ને ત્યારે તેમને જોઈને મનમાં એક અલગ જ આનંદ થાય. ગઈકાલે અગાશી પર ગઈ ત્યારે આ સુપર ક્યુટ હોલાભાઈને પાળી પર શાંતિથી બેઠેલા જોયા. કેટલા માસૂમ હોય છે આ પક્ષીઓ એકદમ નાના બાળકો જેવા. ક્યારેક વિચાર આવે કે જે લોકો આમનો પોતાના સ્વાર્થ માટે, કહેવાતા આનંદ માટે તેમને પાંજરામાં પૂરતા હશે, શિકાર કરતા હશે, ભોજન તરીકે તેનો ઉપયોગ કરતા હશે તેમને કદાચ હ્રદય તો હશે પણ એની અંદર લાગણીઓ જ નહીં હોય. શું એમને આમની માસૂમિયત નહીં સ્પર્શતી હોય? આપણી માણસજાત આમની સાથે કેવું કેવું વર્તન કરતી હોય છે છતાં તેઓ માણસજાત પર વિશ્વાસ મૂકતા હોય તેમની સાથે રમતા હોય એવા અનેક ઉદાહરણો જોવા મળે છે. ત્યારે એમ થાય કે તેઓ શરીરની બાબતમાં માણસજાત કરતા ભલે નાના રહ્યા પણ હ્રદયની બાબતમાં તો વિશાળ જ.🖊જાગૃતિ તન્ના "જાનકી"

Gujarati Blog by Jagruti Tanna.... Janki : 111453714
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now