" કેવી છો?
અડાભીડ અંબોડામાં,ફસાયેલી પિન જેવી છો.
રૂપાળી લદાખ જેવી,આમ એલી ચિન જેવી છો.
આમ તો કયારેય મળતી નથી કે હળતીય નથી.
હાથ મસળતા આવે,અલાદિનના જીન જેવી છો.
ક્યાં ક્યાં એલી ફરતી રે ને ઘૂળ માટીને મળતી રે!
મેલી ઘેલી પણ સમણે,તું સફેદી રીન જેવી છો.
હું શોધું તું ઝટ ન મળે, તું બોલાવ્યે પટથી મળું.
હું 'દેવ' નાગ છું પણ તું ગારૂડીની બીન જેવી છો.
વરસી પડે હવે ઇન્દ્ર'દેવ' તો ધરતી લીલુડી થાય.
ગોરંભાયેલ વાદળું તું પૂંઠે છુપાયેલ દિન જેવી છો.
તું અડાભીડ અંબોડામાં,ભરાવેલી પિન જેવી છો.
રૂપાળી લદાખ જેવી,આમ એલી ચિન જેવી છો.
દેવાયત ભમ્મર :-