#માળો
એક પંખી જેમ એક એક તણખલું ભેગુ કરીને પોતાનો માળો બાંધે છે એમ જ એક પુરુષ પણ પોતાના સંસાર રૂપી માળાને બાંધવા સખત મહેનત કરે છે.પછી એક સ્ત્રી પોતાના સપનાંઓથી એ માળામાં જુદા જુદા સંબંધોના મોતીને પોતાના પ્રેમ, હૂંફ, જતન અને મમતા રૂપી દોરામાં પરોવી એ માળાને શણગારે છે.પોતાના એ માળાને કોઈની નજર ન લાગે એ માટે એ સ્ત્રી અને પુરુષ સો સો જતન કરે છે.પોતાના આ માળામાં સંપ અને સહકાર સદાય રહે એ માટે સ્ત્રી ઘણુ બધું જતુ કરીને માળામાં પોતાના ઘણા ત્યાગનું ઈજન પુરે છે.