ચાલો આજે થોડું જ્ઞાન વહેંચું 😁
હમણાંથી આપણે એક ભૂલ કરીએ છીએ! તમે નેટફલિક્સ, એમેઝોન, હોટ સ્ટાર વગેરેનું પેકેજ લીધું, તમારા રૂપિયા એમાં નાખ્યા એનો મતલબ એવો થોડો કે એની દરેક ફિલ્મ, દરેક વેબ સિરીઝ જોવી જ પડે?
મેં રૂપિયા ભર્યા છે તો એને વસૂલ તો કરવા પડે ને...આવી વિચારધારા સાથે રાતના લેટ તક જાગીને, પરિવાર સાથેનો સમય કાપીને, કેટલાક કામ રઝળાવીને તમે વેબ સિરીઝ જોયા કરો એમાં ફાયદો શું? હું નુકશાન ગણાવું એક તો તમે બધું સારું જોઈ લીધા બાદ કચરો કન્ટેન્ટ જોવાના અને તમારું મગજ ખરાબ કરશો, બીજું આખો દિવસ ટીવી, કમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રિન સામે જોઈ આંખો બગાડશો અને બેઠા બેઠા જોતા હોં કમરના, ગરદનના દુખાવાને નોંતરી રહ્યા છો! ત્રીજું રાતના લેટ સુધી આ બધું જોઈ તમારી ઊંઘ ડિસ્ટર્બ કરો છો, નોર્મલી જે સૂવાનો સમય હોય એ ચાલ્યો જાય પછી ઊંઘ નથી આવતી. ચોથું કચરો વેબ સિરીઝ જોઈ, આંખો દુઃખાડી, ઊંઘ બગાડી તમારો મૂડ ક્યારેય સારો નહિ રહે. ફેમિલી સાથે, મિત્રો સાથે અણબનાવ રહેવાનો! પાંચમું તમે નોટીશ કરજો આખો દિવસ ટીવી સામે બેસી રહેવાથી કાં તો તમે ઓવર ઇટીંગ કરવા લાગશો કાં તમારી ભૂખ મરી જશે... વર્ક પ્રેશર અને બીજા જે જરૂરી કામ બાકી મૂક્યા છે એની તો હજી આપણે વાત જ નથી કરી!
તમને ફિલ્મ/સિરીઝ જોવાનો શોખ છે, જોવાની ઈચ્છા છે, સમય છે અને તમને ગમે એવું કંઈ હાથ લાગી ગયું છે તો તમે એને જરૂર જુઓ પણ...રૂપિયા ભર્યા છે, વસૂલ કરવું પડે આ વિચારધારા બદલો યાર!
હા કોઈ એમ માનતું હોય કે હું આ બધું જ જોઈને લોકોને ગાઈડ કરું છું કે શું જોવા જેવું છે એના રીવ્યું લખું છું તો હું કહીશ વાહ...શું મહાન કામ કરી રહ્યા છો તમે! પોતાની જાતને દુઃખી કરી બીજાને માટે વિચાર કરનાર કોઈ મહાત્મા છો તમે!
આજનું જ્ઞાન સમાપ્ત!
કોઈને ગુરુદક્ષિણા આપવાનું મન થાય તો આ પોસ્ટ શેર કરી દેજો...જ્ઞાન કી ગંગા બહતી રહની ચાહીએ...😁😁😁
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏