પ્રવાહી જેવું અસ્તિત્વ લઇને ફરું છું,
એ વાળે છે એમ વળુ છું એ ઢાળે છે એમ ઢળુ છું
છે સ્વયં પ્રકાશિત ને ઝળાહળા વ્યક્તિત્વ મારું,
પણ એ ફૂંક મારે તો ઓલવાઈ જાઉં ને પ્રગટાવે તો બળુ છું
શ્રદ્ધા, સ્વપ્ન અને કલ્પનાથી જરાય ભિન્ન નથી હું,
વિસરી જાવ તો ખોવાઈ જાઉં ને યાદ કરો તો મળું છું