Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પુસ્તક*
📚📖📚📖📚
બધું જ્ઞાન હવે ઉપલબ્ધ ગુગલે,
વધાવો પુસ્તકને
હવે બ્યુગલે....!!

પુસ્તકો ઘણા
સારા મિત્રો,
પણ લોકો ય
ઘણા એના પાને
ય છાંટતા ઈત્રો...!!

વાંચીને એમા રહેલી વાતોને જો અનુસરો
તોજ વાંચેલું કામનું,
બાકી તો,
*ભેંસ આગળ ભાગવત્*
સમ ઢગલો
વાંચન પણ
બધું નકામું....!!

ઘણા લોકો સારા પુસ્તક વાંચવાનો કરતાં
નર્યો દંભ,
એમના મુળભુત
જીવનના જ
સાવ પોલા
હોતા સ્તંભ....!!

*પુસ્તક એ વસાવવા માટે નથી હોતુ પણ*
*વાંચન માટે હોય છે* .
એનાથી જ્ઞાનની ને સમજણની સુવાસનો થવો જોઈએ સરવાળો,
અહી તો સૌ
કરતા દંભ તણા
આચરણથી જીવનની બાદબાકી...!!

પુસ્તકો દિલથી વાંચો તો પુસ્તક,
બાકી દેખાડો કરવા વંચાતા પુસ્તક તો
એક ગુમાવી દીધેલી
સોનેરી તક....!!

ઘણાનાં ઘરોમાં
જોવા મળશે આવી અભરાઈ પર સજાવેલી તકો,
સ્ટેટસ્ સિમ્બોલ
માટે વાહવાહી
કરતી પ્રતો...!!

પુસ્તક જીવનને
શણગારે ય ખરૂ ને
સળગાવે ય ખરૂ,
આધાર તમારા
વાંચન પર
જીવનને
સુશોભિત કરવું ,
સળગાવવું કે ઠારવું...!!

પુસ્તક દિવસની
શુભકામનાઓ
પાછી મોબાઈલ પર....!!!
મોબાઈલને પણ લાગ્યો
ઘણો થાક,
તો ય,
પુસ્તક પ્રેમીએ એ દિવસે પુસ્તકને
ના લીધું હાથ...!!

દુનિયા જ્યારે લટકાવે,અટકાવે,
ભટકાવે...!!
ત્યારે માણસને
સારા પુસ્તકની
સારી વાતો જ
આડે રવાડે ચઢતાં અટકાવે....!!!
એટલે તો ઘણા કહેતા કે,
*એક સારૂ પુસ્તક માણસને પસ્તી થતો અટકાવે છે*
📚📖📚📖📚
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111453034
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now