Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પતંગિયુ*🦋🌹🦋🌹🦋
આવો ને,
આજ એક વાત કહેવી છે કાનમાં,
અલ્યા,
ક્વોરેનટાઈન થયું એક પતંગિયું મધુવનમાં....!

પહેર્યા હતા માસ્ક ફુલોએ બાગમાં,
કોરોનાએ લીધા
છે બગીચાને ય બાનમાં...!!

આમેય,
ટૂંકી આવરદાને લઈને જન્મ્યું પતંગિયું,
કોરોનાની બીકે
પુછતુ પતંગિયું...,
કે
હવે અસ્તિત્વનો ઉત્સવ કેમ કરી ઉજવાશે....?!!

લોકડઉનનો ભંગ કરી ભમતું બિન્દાસ,
એક ડાળથી બીજી ડાળ એ તો કરતું પ્રવાસ....!!

એકની હિંમતે બીજાને ય
ફુટી પાંખો,
આમથી તેમ
ઉડાઉડ કરતું
એતો
રાખીને ફાંકો....!!

આપતું રહેતું સૌને એક સંદેશો,
ક્વોરેન્ટાઈનમાં ક્યાં સુધી રહેશો...?!
સુચક પગલાં અને ઈમ્યુનીટી કેળવીને તમારૂ દૈનીક કાર્ય કરતાં રહેશો....!!

કળીનો કિરદાર પતંગિયું,
ફુલોનો સહવાસ પતંગિયું....!!

ફુલ કહે પતંગિયાને,
પતંગિયું શોધાશોધ કરે મધુવનમા...
માનવ ક્યાંય નથી મધુવનમાં....!!!

માનવ સલવાઈ ગયો
કોરોનામાં,
પુરાઈ ગયો લોક ડાઉનમાં....!!
🦋🌹🦋🌹🦋
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111453033
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now