*સેવા*
⚜️⚜️⚜️⚜️⚜️
કડવા વેણ
ના કોઈને
કહેવા,
કરી પછી
કોઈની ય
સેવા...!!
સારા કર્મોના
ખાવા મેવા,
કરવી કાયમ
નીતિથી સેવા...!!
પાડો પરસેવા
કરો જનસેવા,
ધન થકી કરી
દરિદ્રનારાયણની
સેવા....!!
સહજતાથી
કરવી સેવા,
એમાં વળી
ભ્રંમણાના
ભ્રંમ કેવા...?!
મેવાની
અપેક્ષાએ
કરાતી સેવા,
એને માણસાઈ
સાથે ક્યાં
લેવા દેવા....?!
લાલો લાભ વગર લૌટે નહી,
ને એટલે
ઘણાંની
સેવા તો
ફોટા વગર
શોભે નહી...!!
સેવા કરતાં કે
નર્યા દંભ...?!,
દેખાડા કરતાં
ભારી ભરખમ...!!!
પાંચનું આપી
પચાસ ફોટા
પડાવે,
સેવાના નામે
ખોટા મોંઢા
બનાવે...!!
ગૃહસ્થી સેવા
એક તપોવન,
સેવા,સંયમ ને
સહનશીલતાથી
પરિવારને બનાવે
ઉપવન....!!
સેવા પરમો ધર્મ,
ગૃહિણી સાર્થક
કરતી આ મંત્ર
કરી એના
નિસ્વાર્થ કર્મ...!!
⚜️⚜️⚜️⚜️⚜️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*