Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મબલખ*
🤗🤗🤗🤗🤗
લખ ,લખ.
મબલખ વિશે
મબલખ લખ..!!

લાખેણાં શમણાં
વાવ્યા'તાં આંખમાં,
આજેલાં ઓરતા
વિશે
મબલખ લખ...!!

ક્ષિતિજની પેલે પારની ધારણા,
અને ધરતી ને આકાશના મિલન
વિશે
મબલખ લખ...!!

લહેરાતી લાગણીઓને રાખી'તી બાનમાં,
તોય હૈયાના હિલ્લોર વિશે
મબલખ લખ...!!

રાહ જોઈ બેઠી'તી
વનમાં,
રાહબર બની આવેલા અસવાર
વિશે
મબલખ લખ...!!

શાન ને શૌકતમાં શું ફેર..?
કેફીયતની હેસિયત
વિશે
મબલખ લખ...!!

હરીની સાથે કરતાં'તા હરીફાઈ,
ત્યાં તો જોવા જેવી થઈ ફજીયત,
એટલે જ
હરીની લીલા
વિશે
મબલખ લખ...!!

જીવનની ગત
ન્યારી,
છોડ બધી હોશિયારી,
મૃત્યુની ઈમાનદારી
વિશે
મબલખ લખ...!!
⚜️⚜️⚜️⚜️⚜️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111453027
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now