*બંધન*
🔗💝🔗💝🔗
મેં તો પાલવડે
બાંધી છે પ્રીત,
તમે સાંભળજો
મારા મનમીત...!!
તારા બંધનને
રાખીને ગીત,
મેં તો ગાયું છે
જીવન સંગીત...!!
કરી હાંસિલ
જમાનાથી જીત
મેં તો તોડી છે
જન્મોની રીત....!!
જોઈ મારા
વાલમ કેરૂ હીત,
મેં તો તોડી છે
બંધનની ભીંત...!!
થઈ હું તો
બળબળતી
ગરમીમાં શીત,
મેં તો બાંધી છે
પાલવડે પ્રીત...!!
તારા બંધનને
રાખીને ગીત,
મેં તો ગાયું છે
જીવન સંગીત...!!
💝🔗💝🔗💝
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*