*સમય*
🕰️🧭⏳⏱️⏰
હા,હું સમય...!
ઘડીયોમાં ગણાયો,
પળોમાં પરોવાયો,
સેકન્ડોમાં સમાયો,
મિનીટમાં મનાયો,
કલાકોમાં કળાયો,
દિવસોમાં દેખાયો,
રાતોમાં રહેશાયો,
વર્ષોમાં વહેંચાયો,
દશકોમાં દહેલાયો,
અને સૈકાઓમાં સહેવાયો..!!
તો ય,હું અડગ,અડિખમ,
અજોડ,અવિચલ,
અદ્ભુત,અતુટ...!!
સમ્યક ભાવે જોતો ખેલ સૌ...!!
ના, હું ઘડિયાળના કાંટાનો મહોતાજ..!
ના,હું સુર્યના ઉગવાનો મોહતાજ..!
સતત,અવિરત ને અથાક ચાલતો રહેતો બની કાર્યશીલ ને નિષ્ઠાવાન...!!
તમારા સૌના ભુત,ભવિષ્ય ને વર્તમાનનો બની એક અદનો સાક્ષી..!
તમે નો'તા ત્યારે પણ હું હતો,
તમે છો તોય હું છું
ને તમે નહીં હો તો ય હું હોઈશ..!!
હું જ એક
રહીશ દરેક
ઘટનાનો એકમાત્ર અદ્ભુત વિશ્વનીય દ્રષ્ટા..!
મારૂ હોવું જ એક અદમ્ય ઘટના..!!
હું જ બ્રહ્માંડનો અધિષ્ઠાતા...!!
હું જ આદિ,મધ્ય ને અંત...!!
હું સારા નરસાનો
વિધાતા...!!
હું સમય,
સારો કે ખરાબ એ તમારી ધારણા..!!
હું તટસ્થ, નિષ્પક્ષ
ને દુરદર્શી...!!
હું મનોગામી,
તમારી દ્રષ્ટિથી ઓળખાયો..!!
લોકો સમજે મતલબી છે
દુનિયા,
માણસ તમને નહીં
તમારા સમય જોઈને
ઓળખે ને બોલાવે..!
એટલે જ,
*સમય બડા બલવાન*
હું જ હસાવું,
હું જ રડાવું,
બહેલાવું,ફોસલાવું.!
મારી એકજ ખેવના
સમયજી પાસે,
સમય મારો સાંધજે વ્હાલા,કરૂ તને કાલા વ્હાલા...!!🙏🏻
⏳🕰️⏰⏱️🧭
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*