*વ્હાલુ ગુજરાત*
🤗🌹🤗🌹🤗
મધુમાલતી ને રાતરાણીની જેમ
મહેકતું એટલે
મારૂ વ્હાલું ગુજરાત...!!
અનેરી વાનગી ને મીઠી સી રસોઈ
સૌને જમાડતું
મારૂ વ્હાલું
ગુજરાત...!!
બાર ગાઉએ બોલી બદલાય,
તોય સૌને સહસા ભાષા સમજાય
એવું મારૂ
વ્હાલુ ગુજરાત...!!
પ્રજાય જ્યાંની દરિયાદિલ,દિલદાર, ઉદાર,ખુદ્દાર,
ખેલદિલ ને
શેરદિલ એવું
મારૂ વ્હાલુ
ગુજરાત...!!
અહીના સાવજનો દુનિયાભરમાં
ક્યાંય જોટો ના
જડે,માણસો ય સાવજ જેવા
એવુ મારૂ વ્હાલુ
ગુજરાત....!!
લાખેરા દાનવીરો થકી દાનની સરવાણી વહાવતું
મુઠ્ઠી ઉંચેરુ મારૂ વ્હાલુ ગુજરાત...!!
ભવ્ય ભુતકાળ,
સગવડિયો વર્તમાન ને ભવ્યાતિત ભવ્ય
ભવિષ્ય ધરાવતુ
મારૂ વ્હાલું
ગુજરાત...!!
દેશવિદેશમાં ખુણે ખુણે પહોચેલી
ખમતીધર ને ખમીરવંતી પ્રજા ધરાવતુ મારૂ વ્હાલુ ગુજરાત...!!
શુર ,શુરા ને સંતોની
જન્મભુમિ ને કર્મભુમિ મારૂ
વ્હાલુ ગુજરાત...!!
ગુણલાની ગાથા ય ઓછી પડે...!
અજબની અસ્મિતા,
ગજબની ગરિમા...!!
જય હો..! મારી ભોમકા ગુજરાત..!!
ગર્વીલી ગુજરાત..!!
મારૂ વ્હાલુ ગુજરાત...!!
*એક દીન તો ગુજારો હમારે ગુજરાતમેં*
*આપકો પક્કા ગુજરાતી હી બના કે છોડેગા...!!*
સૌને પોતા પણાનો
અહેસાસ કરાવતું
મારૂ વ્હાલુ
ગુજરાત...!!
ધન્ય ધન્ય ધરા ગુજરાત...!!
🤗🌹🤗🌹🤗
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*