*વિજય*
🔰🔔📢🔔🔰
પવન તણી પતવાર
પર થઈ સવાર,
આવ્યો એક અસવાર...!
કરવા સૌ પર
વાર પર વાર...!
ન ડર્યો કોઈથી,
ન હાર્યો કોઈથી..!
ન વાર્યો વરાયો
કોઈથી...!
માતૃભુમી ખાતર
કર્યો યુધ્ધનો ડંકાર...!
કરી લલકાર...!
યા હોમ કરી ને
પડો ફતેહ છે આગે...!
ડરથી જેને હોય
ભાઈબંધી,
એ તો અહીંથી
સૌથી પહેલો ભાગે...!
નરબંકાઓ આવે આગળ,
મૉં ભોમકાએ કરી
હાંકલ...!
બહુ થયાં હવે
હાંકોટા ને પડકારા...!
ભારતભુમીની રક્ષા કાજે એક એક
વીર જવાનને લલકારા...!
આપણા વીર જવાનની શહાદતનો
બદલો લેવા થયાં તૈયાર...!
ઓઢી પછેડી અંધકારની,
પહોચ્યાં નરબંકા
કર્યા વિના રણકાર...!
લીધો બદલો શહાદતનો,
પરત ફર્યા સૌ વીરલા નૌજવાન...!
ગર્વે ફુલ્યુ ન સમાયું
હિન્દુસ્તાન...!
મેરા ભારત
મહાન...!
ફરફરી વિજય પતાકા,
ફળ્યા મૉં ભારતીના
આશીર્વાદ...!
વિજય પર હજુય હરખે હિન્દુસ્તાન...!
શાનમાં સમજ'જે
પાકિસ્તાન,.
કરી છે ગીતાને
અમે આત્મસાત...!
વારેવારે નહી
સમજાવીએ,
કરીશુ તરત જ પલટવાર...!
કહેતા યોગેશ્વર સાક્ષાત,
*પાર્થને કહો ચઢાવે બાણ*
*હવે તો યુધ્ધ જ એક કલ્યાણ*
*લહેરાવીશુ વિજય
પતાકા,
બની વિશ્વગુરૂ.
કરવા વિશ્વ તણુ
કલ્યાણ...!
🔰🔔📢🔔🔰
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*