*સંગ*
🤝👥👨👩👧👦👥🤝
આવ્યા ય એકલા,
ને એકલા જ જઈશું..!
ન સાથી આવશે,
ન સંગાથી આવશે...!
રાહબર બનીને
તારા કર્મો જ સાથે આવશે...!
કરજે તું સારા કર્મોનો સંગ,
જીવનમાં ભરજે તું
ઉજળા રંગ...!
*સંગ એવો લાગશે રંગ*
પડાવવા આવશે
એમાં લોકો ય ભંગ...!
સંગ સંગ ચાલીને
સૌ છુટા જ
પડવાના...!
મારગની કેડીએ
પથિક થઈ એકલાં,
છેવટની મંઝિલ
આવતા સૌ
એકલા જ જવાના..!
જીવતરની વાત છે
તો જીવશે સૌ સાથમાં,
પણ આયખાંના છેલ્લા શ્વાસો
તો તારે
ગણવાના
છે જ
એકલાં...!
તારો હાથ ઝાલી
લઈ જશે,
મૃત્યુ તને સાથમાં,
પણ જવું તો એકલું
જ પડશે,
નહી આવે કોઈ
સંગ કે સંગાથમાં...!
એકલાજ આવ્યા
ને એકલાં જ જવાના....!
એકલતાનો ડર
છોડી દે,
એ તો ભવની સંગાથી...!
ના એની સાથે
લઢ જંગ,
કર એકલતાનો
સંગ...!
મિત્ર થઈ
એકલતાનો
કર રંગ ને સંગ પાક્કો
જ પોતાનો,
જ્યાં અંધારા જ ઓળખીતા લાગે
રંગ એ જ
મધમાતો...!!
એકલા જ આવ્યાં ને
એકલાં જ જઈશુ,
જીવનના અઠંગ ખેલાડી બની
ખેલદિલી સંગ
યાદગાર
ઈનીંગ રમી
જઈશું...!
🤝👥👨👩👧👦👥🤝
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*