*નૂર*
🔱⚜️🔆⚜️🔱
દુનિયાના દરેક ચહેરાનું નુર એક મ્લેચ્છ વાયરસે હણ્યું,
બધાયનું ભણતરને
ગણતર બધુંય થઈ ગયું પળવારમાં બળ્યું...!!
કર્યા સૌને ઘરબંધ,
ખર્યા અહંમ સૌના
હોય ગમે તેવા ચમરબંધ...!
અમીર,ગરીબ,જાતપાત,ધર્મ સૌ થયા પરાસ્ત,
એક તુચ્છ વાયરસે કર્યા ભલભલાના ગુમાન ધ્વસ્ત...!
હોશિયારી બધાયની
રહી ગઈ ધરીને ધરી,
લીલાઓ જાણી
પ્રભુ તણીને
કહેવુ પડ્યુ,
*હરી તું કરીશ તે ખરી*..!!
હજુ સમય છે
શાનમાં સમજી જાવ,
છેલ્લે મોઢું ય
નહી જોવાય,
પરિવારને બાયબાય
કહેવા પણ નહી રહેવાય...!
*એક નૂર આદમી,હજાર નૂર કપડાં*
બાપલાં...
જીવશો તો..
છીએ આપણે.. ને પહેરશું ય કપડાં,
નહીતર ...
થશે માનવજાતનો
ખેલ ખતમ ને સાફ
થશે આપણાં
સુપડાં...!!
માનવજાતના
ચહેરાનું
જાળવવા નૂર,
રહો સૌ એકબીજાથી
બે ગજ દૂર...!!
જાકારો આપો
માસ્કથી કોરોના
અસુરને,
જોડાવ આ અભિયાનમાં
મિલાવી મારા સુરથી તમારા સુરને...!!
*મિલે સુર મેરા તુમ્હારા*,
*તો દેશ બચે હમારા*
⚜️🔱🔆🔱⚜️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*