Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ગર્જના*
🦁🦠💹🦠🦁
બહુ ગરજ્યાં,
બહુ વરસ્યાં,
ન કોઈને ગાઠ્યાં,‌
ન કોઈને ગણકાર્યા..!
ગર્વિષ્ઠ હાથીની
ચાલે ચાલ્યા મદમાતા...!
સમજીને પોતાની જાતને વિધાતા..!
બની સિંહોનો ય સિંહ,
કરી
સિંહ ગર્જના...!
પડકારતો રહ્યો,
ઈશ્વર ને કુદરતના અસ્તિત્વને...!
ખોખલા મદમાં
રાચતો,
જોખમમાં મુક્યું
પોતાના જ
અસ્તિત્વને...!
કરતો રહ્યો,
પ્રભુને હાંકલ...!
*અહં બ્રહ્માંસ્મિ*
કરતો'તો તાર
સપ્તકે ગર્જના..!
બનવું'તું વિશ્વવિજેતા...!
લહેરાવી આકાશે વિજય પતાકા...!
બધું રહી ગયું
ધર્યુ ને ધર્યુ...!
એક પ્રાણીની જેમ સૌ કોઈ ઘર
પિંજરે પુરાયું...!
લાચાર બની
જોતી નિયતિ,
પ્રભુ તણી આ
અકળ ગતિ...!
નથી કોઈનો કાયમ રહેતો અહંમ,
ચકનાચુર થયાં
સૌના ભરમ...!
હોય રાવણ,દુર્યોધન કે હોય હિરણ્યકશીપુ...!
હરીની લીલા આગળ સૌ લાચાર
ને તૃણ સરીખુ...!
હાલમાં તો હરીનો
છે આરો...!
*હે પ્રભુ,આ ગર્તામાંથી પાર ઉતારો*
સૌને પોતાના ભવિષ્યની છે ચિંતા...!
ભુતકાળમાં ફરતો'તો
થઈ ભુરાયો,
ને હવે વર્તમાનમાં
કરવો રહ્યો
અભિનય પરાણે
હસવાનો...!
આખી જીંદગી
ઈશ્વરને પડકારતો
ને લલકારતો,
ઈશ્વરને પત્થરમાં
કંડારી ને મંદીરમાં
કર્યા બંધ..!
આજ સમગ્ર માનવજાતને
ઈશ્વરે જ કર્યા નજરબંધ...!
ભયભીત મનુષ્ય
જાતે જ ઘરે પુરાયો...!
આનાંથી મોટી ઈશ્વરતણી
ગર્જનાનો
બીજો આપવો
શું પુરાવો...!??
🦁🙏🏻🦠🙏🏻🦁
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111453015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now