Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તમન્ના*
😊😊😊😊😊
તમે અને મન
બંને ય સાથે
આવી મળ્યાં,
તમન્ના મારી
સફાળે જાગી,
તન ને મન બંને ય
ફરી સળવળ્યાં...!

થનગનાટ થયો ફરી
જીવવાનો,
જીજીવિશા થઈ ફરી
જીવવાની...!

સળવળી ઉઠી ફરી લાગણીઓ,
જીવવાની લાલસાએ
કરી ફરી માગણીઓ..!

માંડ માંડ
જીવતા થયા,
ડગુમગુ ,હાલક ડોલક નાવડીને
સ્થિર કરતાં શીખ્યાં...!

ત્યાં તો આ બેકાર,બેદરકાર, ને
બકવાસ......,
કોરોના....
આવ્યો બની બકાસુર,
કર્યુ બધું અસ્ત વ્યસ્ત ચકનાચુર...!

તમન્ના છે એક બ્રહ્માસ્ત્રની,
ગમે તે પરિસ્થિતિમાં
મગજ રહે
શાંત અને સ્થિર ....!

દરેક લડાઈમાં
ઢાલ બની કરે રક્ષણ,
સદૈવ બની મારૂ,
દરેક કોપથી કરે આરક્ષણ...!

થાઉં ના ક્યારેય
વિચલીત,
સ્થિતપ્રજ્ઞતા
ક્યારેય થાય ના
ચલિત...!

માનવતાના ટેસ્ટમાં
કાયમ પોઝિટીવ જ
આવું,
નારાજ કોઈથી ના
થાઉં, બસ ખાલી...
નજરઅંદાજ કરવાનો ગુણ
શીખી જાઉં...!!
😊😊😊😊😊
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111453013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now