*તટિની*
🚣🏿♀️🏊🏻♀️🛶🏊🏻♀️🚣🏿♀️
તું લાગણીની તટિની,
હું ભરતીનો સમંદર,
તારી અલ્લડ ને મદમસ્ત
લહેરોમાં
ઉઠતાં બવંડર...!!
કાંઈ કેટલાય અટવાયાં ને
કાંઈ કેટલાય
ડુબ્યા,
ઉચાંળા ભરી
ભરીને
કાંઈ કેટલાંય
બચ્યાં...!!
ગમતું 'તું અમને ય તમારી આંખોની
તોફાની લહેરોથી ભિંજાવુ,
પણ
એના પર બંધ
બાંધી દેનારને કેમ કરી રીઝાવું...!!
રોકો તમારી
આ મસ્તમૌલા
નજરોને,
સરેઆમ
ના કરો કત્લેઆમ
રોકો આ ખંજરોને...!!
તું લાગણીની તટિની
હું મસ્તીનો સમંદર,
જેવા થશે બેય ભેગા ત્યાં થશે....!!
ધમા ધમ...
મસ્ત કલંદર....!!
તટિની મટીને થશે સમંદર...!!
😊🏊🏻♀️🚣🏿♀️🛶😊
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*