Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અગ્રિમતા*
👍🏻🎊👍🏻🎊👍🏻
સૌથી પહેલી તો લાગણીઓ ને જ
અગ્રિમતા....!!
ભીની ભીની
લાગણીઓમાં
સમાતી ,
સામા પક્ષે ય
વર્તાતી
અગ્રિમતા ...!!
એ જ,
દરેક સંબંધોને
સ્પેશ્યલ હોવાનો
કરાવતી અહેસાસ..!!
બળબળતી બપોરે
ય ઠંડાગાર ,બર્ફીલા પવનોની લહેરખીથી
વેદનાઓને *હાશ*'નો કરાવતી
અહેસાસ....!!
રેતી જેવી રેતી
પણ સુક્કી ભઠ્ઠ
હોય તો
સરરર...કરતી
સરકી જાય હાથથી‌..!!
એ ય
જકડાય જાય
મુઠ્ઠીમાં ,જરીક
અમથા ભીનાશના
સંગથી...!!
ભીનાશ એટલે શું?
જરીક અમથા જળના સહવાશે
અનુભવાતી બંધનની
લાગણીઓ...!!
રેતી પણ ગંઠાતી
એકબીજા કણોને સંગ...!!
તો થઈને,
અગ્રિમતા લાગણીઓની
ઉપરવટ...?!!
એટલે જ,
લાગણીઓની
અગ્રિમતાને
ગણો પ્રધાન...!!
અને એટલે જ,
અનુકુળ સંજોગોમાં
અપ્રગટ, અને
પ્રતિકુળ સંજોગોમાં
પ્રગટ થતી લાગણીઓ જ
કહેવાય ખરી હિતેચ્છુ ...!!
🎊🎊🎊🎊🎊
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111453008
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now