Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(દિકરીઓને સમર્પિત કવિતા)
*વિરહના આંસુ*
💦💧💦💧💦

વિરહના આંસુને હજુ એક આશ,
જો તું રહી હોત
થોડુંક હજુ
અમારી પાસ...!!

અમે તને રોકી શક્યાં હોત કાશ,
તો ય તારા અહેસાસની
અનુભુતી આસપાસ
ચોપાસ....!!

ઘણું બધુ કર્યુ ભેગુ,
આપવા તને ખુશી,
પણ તે તો
અલગ જ ચીલો ચાતરી એ સોચને
જ તદ્દન ભુંસી...!!

અમારા માટે અમારી
દિકરીઓ જ ખુદા,
અને અમે જીવ્યા
ય એના જ બનાવીને મુદ્દા...!!

ઓ દિકરીઓ...
તમે જ અમારી મુનીયા,
તમે જ અમારી
આખેઆખી
દુનીયા ...!!

દિકરી ક્યારેક
હસતાં હસતાં
રડાવી ય મુકતી,
અને વિરહના
આંસુ સાથે
મુસ્કાને ય મુકતી...!!


એટલે જ...
વિરહના આંસુ ને વળે નહીં ક્યારેય ફીણ,
કારણકે એમાં
દુ:ખની અતિશયોક્તિ
થતી હોય છે ક્ષીણ..!!

કેમ કરી કહું દિકરી તને...!??
તારા ગયાં પછી
વરસાદમાં ભીંજાવાની મઝા જ કાંઈ ઔર,
કારણકે, ત્યારે વિરહના અશ્રુની
વરસાદ સાથે
મિલાવટ જ કાંઈ ઔર....!!
આંસુ અને વરસાદની જુગલબંધી જ
કાંઈ ઔર...!!
💦💧
💦💧
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111453006
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now