આ જો, ઉઝરડો તારા નામ નો, મારા દિલ પર હજી પણ છે,
ને હાલત કેવી..., કે, મલમ લગાવનાર કોઈ મળતું નથી...
ભર ઉનાળે, દઝાયેલા, આ દિલ ને, તારી છાયા જોઇતી' તી,
પણ જોઈ લે,અંજામ તારી કઠોરતા નો,કે ભરી વસંતમાં, ય,તને પાનખર ની બીક લાગે છે !!
ચલ, બાંધવો હોય , માળો..., તો હજુય તૈયાર છું,
આ વસંત ને, હવે પાનખર ની લત લાગી ગઈ છે!!!!
વરસાદ ની આશા નથી, ખાલી ઝાકળ પણ વરસે તો ખુશ છું,
પાંદડે પાંદડે,હવે તો, નવો અધ્યાય શરૂ થયો લાગે છે!!!
ઉનાળો હોય, આકરો ભલે, પણ તારો છાંયો બનવા તૈયાર છું,
પણ અપેક્ષા એટલી કે, તું મારી સાથે પ્રેમસભર માળો બાંધવા તૈયાર છું.
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૯ મે ૨૦૨૦
#માળો