*દિકરી*
🧖♀️🧖♀️🧖♀️🧖♀️🧖♀️
*દિ* દિનકર એતો દિવસ ઉગાડતો,
જ્યારે દીકરી દિનકરના દિનને ય ઉજાળા પાથરતી,
આખાય ઘરને
પ્રજ્વલિત કરતી....!!
*ક* કમાલની જાદુગરની...!!
કાયમ બેધારી
તલવાર પર સવાર,
તો ય જબ્બરજસ્ત
સંતુલન...!!!
*રી* રિધ્ધી સિધ્ધીનો
અવતાર...!!
ધાર્યા કરતાં બમણું દેતી...!
ચપટી આપો તો મબલખ દેતી..!
*દિકરી* એ તો
પિતાની મુંછનો
તાંવ...!!
*દિકરી* બળબળતા
બપોરની
છાંવ...!!
*દિકરી* મમ્મીની
મિત્ર...!
*દિકરી* પોતાના
વ્યવહારથી સૌ પર છંટાતુ ઈત્ર...!!
*દિકરી* પરિવારની
કિલકારી...!
*દિકરી* ઈશ્વરની
સાક્ષાત
બલિહારી...!!
*દિકરી* દિલનો દિવો...!
*દિકરી* એક મૉંના
દિલી આશિષ દિકરી
તમે ઘણું જીવો..!!
🧖♀️🌹🧖♀️🌹🧖♀️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*