Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ધરતી*
🏞️🗺️🏞️🗺️🏞️
કરૂ હું તને મારા
કર્મોનું તર્પણ,
હે ધરતી,
તારૂ જ તને કરૂ
અર્પણ...!!

શું લાવ્યાં'તા,
શું લઈ જવાનાં..?!
જે લીધું તારૂ જ દીધેલું,
તારૂ જ તને અર્પણ
કરી જવાના...!!

અમે તો કર્યા
વ્હાલ ને લાગણીના
વાવેતર,
શીખ્યા એ ય તારી જોડે જ,
કે કેમ કરી
સિંચવું જીવતર...!!
એમાંય તું ધરતી
મટી બની જતી માવતર...!!

હૈયાના હિલ્લોર
એવા ચઢે
ચોમાસે,
જ્યારે તું લીલોતરા
શણગાર સજાવે..!!

તારી ભીની ભીની
ખુશ્બુ વાતાવરણને
મહેકાવે,
ત્યારે મદમાતા સૌ
હૈયાને કરી તરબતર
ને ચહેકાવે...!!

એકલા જ આવ્યાં
ને એકલા જવાના,
નથી કાયમ ધરતી
પર રહેવાના...!!

તો શું કામ...?
નાહકનાં વાંધા
વચકા કરીએ,
ચાલને ,
થોડુંક વ્હાલ કરીએ...!!
🏞️🗺️🏞️🗺️🏞️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111453001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now