*મૃત્યુ*
🌹😍🌹😍🌹
હે મૃત્યુ,
તું મારા માટે
*પરમ સમીપે*
જવાનું સાધન
બનજે...!
આ ઓરતાં
તું ચોક્કસ પુરા
કરજે...!
આ દેહ હું જ્યારે
છોડું,
ત્યારે હું પુર્ણ સભાન
અવસ્થામાં છોડું,
આત્મની આરત
છેલ્લી જરૂર
પુરી કરજે...!
મને મારા દેહથી છુટવું ચોક્કસ
ગમશે,
મને
અગોચરની
જાણકારી ય
લેવી ચોક્કસ
ગમશે...!
સૌ કાઢો કાઢોની
બુમો પાડશે,
છેલ્લે તો પોતાના ને પારકાના ભેદ
અચુક પરખાશે...!
કોરાણે બેઠા કાંઈ
કેટલાય હરખાશે,
લોકો ઘણા ય હશે
જે સચ્ચાઈના આંસુ
સારશે...!
સ્વજનોને *સ્વર્ગસ્થની* ખોટ
જરૂર સાલશે...!
પ્રભુને હું કરૂ આજીજી,
રીબાવતો નહી
કરૂ વિનંતી...!
મને ટચકીયું
મૃત્યુ દેજે,
એમાંય મને
અજબનો આનંદ
લેવા દેજે...!
વાહ..! વાહ..!
કેવું સરસ જીવી
ગઈ એવું
કહેવા દેજે...!
વધુ તો શું લખુ ?
મૃત્યુ વિષે...!!!
એનોય અનુભવ લેવા દેજે...!
😍🌹😍🌹😍
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વીશ્વ*