*આરંભ*
🎉🎊🎀🎊🎉
આરંભ એનો અંત,
અંત એનો આરંભ..!
આરંભ હંમેશ
શુભ,
અંત અશુભ
ને ,હોય
ક્યારેક શુભ...!
પોતાના જ
રડવાની સાથે થતો જીવનો
શુભારંભ,
બીજાના
રડવાની
સાથે થતો
આપણો અંત...!
અંત ને આરંભ
એકમેકના ભેરૂ,
એમના સથવારે
ડોલતા મન ને
ડગતાં મેરૂ...!
આરંભ દેતો
શુભદાનો સંદેશ,
અંત થકી શુભાશુભ
મિશ્રિત અંદેશ....!
જન્મે એનું મૃત્યુ નિસ્ચિત,
આરંભ એનો અંત નિસ્ચિત...!
તો.....
આરંભે
હોવ સુરા ,
ને તો
બનો અંતે
પણ પુરા...!
છોડો આ છળકપટ
ને લુચ્ચાઈ,
કરો પ્રેમ જોડે
બુચ્ચાઈ...!
આરંભ હો આરંભ,
કરો પ્રેમનો શુભારંભ..!
કરો ખેલદિલીનો
નવ્યારંભ...!
🌹🎉🌹🎉🌹
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*