*કોરો કાગળ*
📋🎊📋🎊📋
એક દિવાનાએ એક હસીનાને લખ્યો કાગળ...!
એમાં લખ્યું પ્રેમનું પંચનામુ આગળ ,
ને લખ્યુ ય પાછળ...!
પવનની એક લહેરખી લઈ
ગઈ એના સાથ...!
કાગળ બિચારો
બની લાવારિશ
ઉડતો રે'તો
આમથી તેમ..!
વણવપરાયેલ
કોરા કાગળની
જેમ...!
વ્યથા એની સમજે ના કોઈ એમ...!
કરતો રહ્યો પ્રાર્થના મને પહોંચાડજે
હેમ ખેમ...!
હું તો કોઈ પ્રેમી પંખીડાની
જીવતરની નેમ...!
ઠોકરે કોકની
આવ્યો હાથ
બની ચબરખી...!
વંચાયા એજ બે શબ્દો બની
ફરીથી
વ્હાલપની લહેરખી...!
બન્યા એ જ
શબ્દો કો'કના
પ્રેમનો એકરાર...!
નાનો સો કોરો
કાગળ બન્યો
એક કરાર...!
ઈશ્વરનો બની ચમત્કાર,
કોરો કાગળ
પણ લખાણે
સાચવતો
વ્યવહાર...!
વિચારતો રે'તો,
હતો કોરો ત્યારે
ન કોઈ આધાર...!
ત્રણ શબ્દ શું લખાયા.......
કોરો કાગળ
પણ બને પુરો
ને
લાગેય
ક્યારેક મીઠો મધુરો...!
અને
તેથી તો જ કરે
ચુમ્મી પર ચુમ્મી
એને વાંચનારના
અધરો...!!
કોરા કાગળ પર લખાયેલ શબ્દોએ
કરી લીલા..!
રચાયા એના થકી
ઘણાયના પ્રેમના
કિલ્લા....!!
📋😍📋😍📋
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*