*રમત*
🤗😃🤗😃🤗
તમે તો
રમત રમતમાં રમી ગયાં,
ને ,
ગમ્મત ગમ્મતમાં ગમી ગયાં...!
એમાને એમાં
અમે તો
રમતા જોગી
બની ગયા,
ને,
ભમતાં ભમતાં
ભમ્મરીયા જોગી
બની ગયાં...!
મતી મારી
મારી ને
રમતા રહ્યાં, ને
મત વગરના ય
રમતા રહ્યાં...!
ખુદની હાલત
ઉપર જ હસતા
રહ્યા, ને
ભીતર ભીતર ભીંસાતા રહ્યાં...!
લાગણીની રમતમાં
તમને જ જીતાડતા
રહ્યાં,
તો ય તમે અંચઈ
પર અંચઈ
કરતા રહ્યાં...!
જીવનની બાજીમાં
હવે ના કરશો
કોઈ રમત,
નર્યુ છદ્મ છે
આ જીવન
હવે કરવી નથી
કોઈ મમ્મત...!
તમે પ્રેમે રમાડો
તો રમીશું આ
રમત,
નહીંતર ,
છેલ્લી ઘડીએ
કરી દઈશું
જાવ,આ...
બાજી ફિટાઉન્સ...!
😃🤗😃🤗😃
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*