*દિલ*
💜❤️💚❤️💜
દિલનાં દરિયો વહેતો રહેતો,
મૌન બનીને ઘણુંય કહેતો રહેતો...!
ધબકારે ધબકારે
યાદ કોઈને કરતો રહેતો,
ધડકનને માની
વાચા,
મૌનની ભાષા
સમજતો રહેતો...!
દરેક દિલને
પણ હોય
પોતાની વ્યથા,
દરેક દિલે હોય
જુદી
જુદી જ ગાથા...!
તોય દિલ નિભાવે
સમજી પોતાની એકલાની ફરજ,
છેલ્લા ધબકારા
સુધી ચુકવે
એકેએક કરજ...!
યાદો તો... સજ્જડબમ
સંઘરી રાખવામાં
દિલ બડું માહેર,
કરો એનું 'ટ્રાન્સપ્લાન્ટ' તો ય
યાદો પણ થતી
એની સંગ સંગ
'ટ્રાન્સપ્લાન્ટ'...!
ભાઈ,
દિલની તો વાત જ ના કરશો ....!!
બહુ દિલદાર
હોય
છે દિલ...!!
આત્માનો આખેઆખો અરિસો હોય છે દિલ...!!
બધુ જ
યાદ રાખવામાં પાવરધુ
હોય છે દિલ...!!
યેન કેન પ્રકારેણ....
*હૈયાની વાત હોઠે લાવવામાં*
હોશિયાર હોય
છે દિલ...!!
એટલે જ તો....
લાગણીયોના લાવારસને લોહીના
લાલ રંગમાં પણ
બદલવામાં
નિષ્ણાત હોય
છે દિલ...!!
❤️🧡💛🧡❤️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*