Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કઈંક કહો*
🤷‍♀️💁‍♀️👄💁‍♀️🤷‍♀️

લઉં હાથમાં તમારો હાથ,
સ્પર્શથી ય આપું
તમને હામ,
આમ છોડશો ના અમારો સાથ...!
લ્યો, આ કરી
બુચ્ચા...!
આમ ચુપ ના રહો,
હવે તો કઈં કહો...?!

કર્યુ અમે ને
ભર્યુ તમે,
વાંક અમારો સ્વિકારી આ
શિશ તમને જ
નમે,
આમ કરવું તો
અમને વારંવાર
ગમે...!
લ્યો, આ કાન પકડ્યાં...!
આમ ચુપ ના
રહો...!
હવે તો કઈં
કહો...?!

ફરીથી આવુ નહી
થાય આપીશું
ખાતરી,
જીવનભર તમારા
આયખાની
કરીશું ચાકરી,
નહી કરીએ કોઈ
અટકચાળો ને કાંકરી...!
લ્યો, આ કરી
ઊઠકબેઠક...!
આમ ચુપ ના રહો...!
હવે તો કઈંક
કહો...?!

તમારા અંતરમનના
ઉઘાડો બારણાં,
*ઘણી ખમ્મા*
કહી વાલમજી
લઉં તમારા
ઓવારણાં,
મારા શબ્દો પર
બાંધીશ ગરણાં...!
લ્યો,સ્વિકારી લીધી
મારી ભુલ...!
બસ, હવે ખુશ...?!
આમ ન રહો
ચુપ...!
હવે તો કઈંક
કહો...?!
🙏🏻🤷‍♀️👄🤷‍♀️🙏🏻
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111452987
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now